Naturopathy Treatment

Naturopathy Treatment
Ayurvedic Treatments

Monday, March 23, 2020

જો જો કોઈ આપના વિસ્તારમાં ભૂખો ન રહે



 
    નવસારી જિલ્લામાં આજે વર્ષો થી ગરીબો જેની કોઈ પણ રાશન કાર્ડ કે પુરાવા નથી .એવા ગરીબોને અન્નબ્રમ્હ યોજના મુુજબ અનાજ વિતરણ કરવા માટે જણાવ્યું છે. પરંતુ નવસારી જિલ્લામાં પુરવઠા વિભાગ સાથે મોટા ભાગના મામલતદારો કે અધિકારીઓ, નાયબ મામલતદારો સરકારની તમામ યોજનાઓની ઐસીકી તૈસી કરી રહ્યા છે. આરટીઆઈ દ્વારા મળેલ માહિતી મુજબ નવસારી જિલ્લામાં પુરવઠા સંબધિત ગુજરાત સરકારના અન્ન નાગરિક પુરવઠા વિભાગ ગાધીનગરના તમામ પરિપત્રો, ગરીબોના વિકાસ કે સરકાર દ્વારા આપવામાં આવતો અનાજ પરવાનેદારો સાથે મિલીભગત કરી ભ્રષ્ટાચાર માં સહયોગ કરી રહ્યા છે. શાસન પ્રશાસન આજે ભ્રષ્ટાચાર બાબતે એકસાથે નજરે પડી રહ્યા છે. એક સામાન્ય પરવાનેદાર આજે નવસારી જિલ્લા કલેકટર, જિલ્લા પુરવઠા અધિકારી થી ગાધીનગર સુધી તમામ સર્વોચ્ચ અધિકારીઓ સામે ગુન્ડાગર્દી કરી  વર્ષો થી ભ્રષ્ટાચાર કરી સરકારના કાયદાઓની ઐસી કી તૈસી કરી રહ્યો છે. અને ઉપરોકત બધા  અધિકારીઓ આજે લાચાર અસહાય નજરે પડી રહ્યા છે. એનો મુખ્ય કારણ સદર પરવાનેદારને પ્રશાસનના જ અધિકારીઓ કાયદાથી કેવી રીતે છટકબારી કરી નિકળવો એ રસ્તો જણાવી રહ્યા છે. નવસારી જિલ્લા કલેકટર શ્રી પોતે પોતાને મળેલ સત્તા મુજબ હવે સદર બાબતે દખલગીરી કરશે એ આજે સમય સાથે ગરીબોની માંગ છે. 
        આજે કોરોનાની રોકથામ માટે સરકાર પાસે એક માત્ર વિકલ્પ દરેકને ઘરમાં રહેવાનું છે.એના સંદર્ભે બીજી હકીકત પણ જાણવુ જરૂરી છે. મોટા ભાગના નાગરિકો આજે રોજે રોજ મજુરી કરી પેટ ભરતો હોય છે.
ગરીબો, રિક્ષા ચાલકો, લારીઓ ચલાવતા, શાક ભાજી વાળો, બાધકામ માં મજુરી કરનાર, કલર કામ કરનાર વગેરે આજે જે રોજે રોજ કામ કરી બે વખત પેટનો ખાડો પૂરે છે અને પોતાના પરિવાર ચલાવે છે. એ બધાજ આજે મહામારી પહેલા ભુખમરીથી પીડાઈ ને દમ તોડે એ પહેલા દરેકને રોટીની વ્યવસ્થા કરવો જરૂરી છે. ઉપરોક્ત સમાચારની ગંભીરતા થી નોધ લઈ આપ સૌ સમાચાર વાચકોને નમ્ર વિનંતી છે આપણા વિસ્તારમાં કોઈ ભૂખો ન રહે એના માટે વ્યવસ્થા કરવા આજે આપણી સૌની ફરજ છે.

No comments:

Post a Comment