Naturopathy Treatment

Naturopathy Treatment
Ayurvedic Treatments

Saturday, February 29, 2020

નવસારી જિલ્લામાં ઘરેલુ ગેસ એલપીજી ગેસ એજન્સીઓ માં થતો ભ્રષ્ટાચાર માં તપાસ કરવા અને નવા પરવાનેદારો નિમણૂંક કરવા સરકારશ્રીને ભલામણ


નવસારી જિલ્લામાં ઘરેલુ ગેસ એલપીજી ગેસ એજન્સીઓ માં થતો ભ્રષ્ટાચાર માં તપાસ કરવા અને નવા પરવાનેદારો નિમણૂંક કરવા સરકારશ્રીને ભલામણ 

નવસારી જિલ્લામાં આજે વર્ષો થી ઘરેલુ ગેસ એલપીજી ગેસ વિતરણ કરવા માટે સરકાર શ્રી દ્વારા કમીશન પેટે પરવાનેદારો નિમણૂંક કરવામાં આવેલ છે. જેમાં સરકાર દરેક ગેસ સિલેન્ડર પાછળ ફકત હોમ ડિલવરી કરવા માટે કમીશન આપે છે. અને ગોડાઉન ઉપરથીઊ જે નાગરિકો ગેસના સિલેન્ડર પોતે લઈ જાય છે એની પાસે હોમ ડિલવરીનો ચાર્જ લેવામાં આવતો નથી. પરંતુ જમીની હકીકતમાં આજે એલપીજી ગેસ વિતરણ કરનાર ગેસ એજન્સી જેને ફકત સરકાર કમીશન પેટે  પરવાનેદાર તરીકે નિમણૂંક કરી છે. ગોડાઉન ડિલવરી ઉપર પણ હોમ ડિલવરીનો ચાર્જ પરવાનેદારો વસૂલ કરી રહ્યા છે. અને કાયદેસર સમયસર હોમ ડિલવરી પણ કરતા નથી. કેટલાક એલપીજી ગેસ વિતરણ કરનાર એજન્સીઓ માં પરવાનેદારોના કર્મચારીઓ નાગરિકો સાથે અસભ્ય વર્તન કરવાની પણ ફરિયાદ મળી રહી છે. ગેસ એજન્સીના પરવાનેદારો પોતે માલિકિયત હક ધરાવતા હોય એવો નાગરિકો સાથે વર્તન કરતા નજરે પડી રહ્યા છે. મોટા ભાગના ગેસ એજન્સીના પરવાનેદારો પોતાના ગોડાઉન માં એક્સપાયર ડેટના સિલેન્ડર નાગરિકોને આપવાની પણ ફરિયાદ મળી રહી છે. પોતાની દુકાનો માં કર્મચારીઓ સાથે અસભ્ય વર્તન અને લઘુતમ વેતન ન આપી આજે મહત્તમ  બેરોજગારીના ફાયદો મેળવી મહિલાઓના શોષણ કરવાની ચર્ચા પણ ચાલી રહી છે. સુરક્ષા ના સાધનો પણ કાયદેસર રાખવામાં એજન્સીના માલિકો ગુનો સમજી રહ્યા છે. નવસારી જિલ્લાના ગેસ એજન્સીના પરવાનેદારોની તપાસ કરવા માટે અધિકારીઓ ક્યાં છે એ શોઘવો મુશ્કેલ છે. વર્ષો થી ભ્રષ્ટાચાર આજે ચરમસીમાએ રાજ કરી રહ્યો છે. અને આજે ગુજરાત સરકાર કરોડો રૂપિયા સબસિડી આપવા છતા બદનામ થઈ રહી છે. જે ખરેખર દુર્ભાગ્યપૂર્ણ અને શરમજનક છે. જેથી તમામ ફરિયાદો ને ધ્યાનમાં લઈ તપાસ કરી કાર્યવાહી કરવા એ પહેલાં સરકાર ને ફકત ટુંક સમય માટે આપેલ પરવાનગીઓ રદ્દ કરી અને કાયદા મુજબ ફરીથી નવો પરવાનેદારોની નિમણૂંક કરવા સરકારને ભલામણ કરવા ચર્ચા થઈ રહી છે. જેમાં નવો પરવાનેદાર નિમણૂંક કરવા થી સરકારને કરોડો રૂપિયા ના ફાયદો થશે. નવો રોજગારી ઉભી થસે. અને સેટિંગ ડોટ કોમ થી કરોડો રુપિયાનો ભ્રષ્ટાચાર માં મોટી રાહત નાગરિકોને મળશે. 
ઉપરોકત સમાચાર  જન હિત , ગુજરાત સરકારના હિત સાથે ભ્રષ્ટાચાર વિરુદ્ધ ભારત , નવી યોજના ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા પ્રેરિત છે. જેમાં ભારતના દરેક નાગરિક પોતાના ફરજ મુજબ નવો ભારતની રચના માં ભાગ લઈ શકે છે.
સદર બાબતે દરેકનો મંતવ્ય અને ફરિયાદ આવકાર્ય છે. આપનો મંતવ્ય અને ફરિયાદ અહી નીચે કોમેન્ટ બોક્ષ માં લખવા વિનંતી. ફરિયાદ લેખિતમાં પણ અમોને આપી શકાય. પુરાવા સાથેની ફરિયાદ ઉપર કાયદેસર કાર્યવાહી કરવા માં આવશે . જેની નકલ પણ આપવામાં આવશે.ભ્રષ્ટાચાર મટાડવા માટે આપ સૌનુ સકારાત્મક સહકારની અપેક્ષા રાખીએ છે. 

No comments:

Post a Comment